ભરૂચ : લીંક રોડ પર આખલાઓ યુધ્ધે ચઢયાં : એકટીવા સવાર મહિલાને ઇજા

Update: 2019-11-22 07:51 GMT

ભરૂચ શહેરમાં રખડતા પશુઓ અને તેમાંય ખાસ કરીને

આખલાઓનો ત્રાસ વધી રહયો હોવા છતાં તંત્ર તરફથી નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગુરૂવારે મોડી રાત્રે લીંક રોડ પર બે આખલાઓ યુધ્ધે ચઢતાં એકટીવા સવાર મહિલાને ઇજા

પહોંચી છે. 

ભરૂચ શહેરમાં તંત્ર પશુપાલકો સામે લાચાર બની ગયું હોય તેમ લાગી રહયું છે. મોટા ભાગના વિસ્તારોમાં આખલાઓ આતંક મચાવી રહયાં હોવા છતાં નગરપાલિકા રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ ખાનગી સંસ્થાને સોંપી જવાબદારીમાંથી છટકી ગઇ હોય તેમ લાગી રહયું છે. શકિતનાથથી જે.બી.મોદી પાર્ક, શકિતનાથથી કોર્ટ તથા શકિતનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં આખલાઓનું એકહથ્થુ શાસન જોવા મળી રહયું છે. હવે લોકો આખલાઓના કારણે ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહયાં છે. પાલિકામાં વારંવાર જાણ કરવા છતાં નકકર કાર્યવાહી નહી થતી હોવાથી લોકો હવે ભગવાન ભરોસે રહી ગયાં હોય તેમ લાગી રહયું છે.

ગુરૂવારની રાત્રે લીંક રોડ પર મોઢેશ્વરી માતાજીના મંદિર પાસે બે આખલા યુધ્ધે ચઢયાં હતાં. ઘટનાના પગલે નાસભાગ મચી ગઇ હતી. આ સમયે એકટીવા પર પસાર થઇ રહેલી એક મહિલાને ઇજા પહોંચી છે. નગરપાલિકા તથા ગૌરક્ષકોની ટીમે આખલાઓ પકડવાની કામગીરી શરૂ કરી એક આખલાને ઝડપી પાડયો છે. આખલાઓના આતંક બાદ હવે પશુપાલકો સામે કડક કાર્યવાહની માંગ શહેરીજનો કરી રહયાં છે.

Similar News