ભરૂચ : ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

Update: 2020-05-26 12:39 GMT

ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર  પાઠવાયું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં લોકડાઉન દરમ્યાન ચાલુ વર્ષે રાજ્યભરના ખેડૂતોને આપવામાં આવતા વાર્ષિક 3 લાખના 0% વ્યાજના ધિરાણમાં વધુ એક માસની મુદ્દત વધારવા, કપાસ, ઘઉં, ચણા, રાયડા અને તુવેરની ટેકાના ભાવે ઝડપી ખરીદી કરવા તેમજ રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોનો પાક લેવા મંજૂરી આપવા, વેચાયેલ માલના નાણાં ત્વરિત આપવા, ભરૂચ જીલ્લામાં નર્મદા સિંચાઇ કેનાલોનું નેટવર્ક પુનઃ બનાવવા સહિતની વિવિધ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

Tags:    

Similar News