ભરૂચ: અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ફરાર

Update: 2020-10-13 16:47 GMT

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામનાં ઉભા ફળિયામાં રહેતા અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા યુનુસ મહમદ ભૈયાત, જેઓના સગાસબંધીમાં ગતરોજ મોતના પ્રસંગે તેઓ ઘરે તાળું મારી રવિદરા ગામે ગયા હતા તે દરમ્યાન ગત રાત્રીના વહેલી સવારે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી બંધ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રહેલા કબાટને પણ તોડી કબાટમાં રહેલા સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો અને તીજોરી તોડી રૂપિયા ૧૫૦૦૦/-હજાર ચોરી લીધા હતા જ્યારે પાછળના રૂમમાં રહેલા લાકડાના પીંજરાને પણ તોડી ફંફોળિયું હતું જોકે તેમાથી કાઇ હાથ ન લાગ્યું હતું

બંધ મકાનનું તાળું તુટેલુ સામેના ઘરે થી જોતા ઘર માલિક યુનુસ મહમદ ભૈયાતને જાણ કરતા તેઓ ખરોડ ગામે દોડી આવ્યા હતા અને અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીમાં તપાસ કરતા એક બાઇક ઉપર બે ઇસમો મોઢા ઉપર કપડા થી બુકાની બાંધી ઘર પાસે આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું જે ઘટના સંદભેૅ યુનુસ મહમદ ભૈયાત રહે. ખરોડ ઉભુ ફળિયુએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જે બાબતની અંકલેશ્વર તાલુકા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.૨૮ મી સપ્ટેમ્બરના રાત્રી સમયે જુમઆ મસજીદની સામે રહેતા આરીફભાઇ પટેલના બંધ ઘરને નિશાન બનાવી અંદાજીત રૂપિયા ૩,૭૨,૦૦૦/-હજાર ની ચોરી કરી ચોરો ફરાર થયા હતા તે સમગૃ ઘટનાના બનાવમાં પણ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેની તપાસ પણ ચાલી રહી છે.

ખરોડ ગામે થયેલી ચોરીની સમગ્ર ઘટના બનાવને જોતા ચોરો બહાર થી ગામમાં પ્રવેશી બંધ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે સ્થાનિક ગામની કોઇ વ્યક્તિ કે આજુબાજુ રહેતા ભાડુઆતો પૈકી કોઇ જાણભેદુનો આ ચોરીનાં બનાવોમાં સાથ સહકાર બાબત શંકા કુશંકા સેવાઇ રહી છે

Tags:    

Similar News