ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે ભાજપનું માઇક્રો પ્લાનિંગ, પ્રભારીઓના જિલ્લામાં ધામા

Update: 2020-12-20 08:45 GMT

વિધાનસભાની પેટા ચુંટણીઓ બાદ હવે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે ભાજપે માઇક્રો પ્લાનિંગથી ચુંટણીમાં ભગવો લહેરાવવાની કવાયત તેજ બનાવી દીધી છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રભારીઓની અધ્યક્ષતામાં પેજ કમિટીની બેઠક મળી હતી…..

સ્થાનિક સ્વરાજની ગત ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપને ભારે ફટકો પડયો હતો. પાંચ વર્ષની ટર્મ પુર્ણ થતાં ફરીથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપે અત્યારથી જ માઇક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓ આદરી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ માટે ભરૂચ જિલ્લાના પ્રભારી તરીકે રાજયના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની સાથે પ્રફુલ્લ પાનસેરીયાની વરણી કરવામાં આવી છે. બંને પ્રભારીઓના અધ્યક્ષસ્થાને પેજ કમિટીની બેઠક મળી હતી જેમાં ચુંટણીની સાથે હાલમાં ચાલી રહેલાં ખેડુત આંદોલન સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ધારાસભ્યો દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રણા સહિત અન્ય હોદેદારો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News