ભરૂચઃ સિવિલ હોસ્પિટલમાં ખિલખિલાટનાં અભાવે માતાઓ-બાળકો અટવાયા

Update: 2018-10-19 09:40 GMT

હોસ્પિટલ કેમ્પસમાં ખિલખિલાટ હાજર છે કે કેમ તેની ખાતરી કર્યા વિના જ રજા આપી દેવાતાં લોબીમાં બેસવું પડ્યું

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખિલખિલાટની ગાડીના અભાવે 2 કલાકથી વધુ સમય સુધી નવજાત શીશુઓ સાથે માતાઓ અટવાય પડી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રસુતાને રજા તો આપી દેવાઈ હતી. પરંતુ ખિલખિલાટ વાનનાં અભાવે આ માતાઓને હોસ્પિટલનો વોર્ડ છોડી દીધા બાદ લોબીમાં જ કલાકો સુધી બેસી રહેવાની નોબત આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં બાળકનાં જન્મ પછી તેને માતા સાથે પોતાના ઘરે મૂકવા જવાની વ્યવસ્થા બનાવી છે. જેનાં ભાગરૂપે ખિલખિલાટ વાન હોસ્પિટલોને પુરી પાડવામાં આવે છે. આવા સંજોગોમાં આજરકોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્રની અણ આવડત સામે આવી હતી. હોસ્પિટલમાં પ્રસુતી થયા બાદ બાળક સાથે માતાઓને રજા તો આપી દેવામાં આવી. પરંતુ ખિલખિલાટ વાન હોસ્પિટલ કેમ્પસમાં ઉપલબ્ધ છે કે કેમ તેની ખાતરી કર્યા વગર જ પ્રસુતાઓને રજા આપી દેવાતાં વોર્ડ છોડી દીધા બાદ બાળકો સાથે માતાને ખુલ્લામાં કલાકો સુધી બેસવાનો વારો આવ્યો હતો.

Tags:    

Similar News