ભરૂચ : અમદાવાદની ઘટનાના વિરોધમાં ભરૂચમાં કોંગ્રેસનો દેખાવો

Update: 2020-01-08 08:55 GMT

અમદાવાદમાં એનએસયુઆઇના પ્રમુખ સહિતના કાર્યકરો પર થયેલાં હુમલાના વિરોધમાં બુધવારના રોજ ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની બહાર કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

દિલ્હીની જેએનયુમાં ચાલી રહેલો વિવાદ હવે એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે આવીને અટકી ગયો છે. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં એનએસયુઆઇના કાર્યકરો પર એબીવીપીના કાર્યકરોએ કથિત હુમલો કર્યો હતો. જેમાં એનએસયુઆઇના પ્રમુખ નિખિલ સવાણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના વિરોધમાં બુધવારે કોંગ્રેસે રાજયવ્યાપી ધરણાનું એલાન કર્યું હતું. જેના ભાગરૂપે ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની બહાર યુથ કોંગ્રેસ, કોંગ્રેસ તથા એનએસયુઆઇના કાર્યકરોએ દેખાવો કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી નારેબાજી કરી હતી. પોલીસે આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી હતી.

Similar News