ભરૂચ : કોરોનાનો દર્દી મળ્યાં છતાં તકેદારીના પગલાં નહિ ભરાતાં લોકોમાં રોષ

Update: 2020-07-13 11:14 GMT

ભરૂચ શહેરના સુપર માર્કેટની પાછળના ભાગે આવેલાં આર.કે.કાસ્ટામાં કોરોના વાયરસનો કેસ મળી આવ્યો હોવા છતાં સેનીટાઇઝીંગ સહિતની કામગીરી નહિ કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે.

ભરૂચમાં કોરોના વાયરસની મહામારીના પ્રારંભે તંત્ર એટલું સતર્ક હતું કે જે વિસ્તાર માંથી કોરોના પોઝિટિવ મળી આવે તે વિસ્તાર અને સોસાયટીને કોરન્ટાઈન કરી સીલ કરી દેતું હતું. પરંતુ હવે જયારે ભરૂચ જીલ્લામાં કોરોના વકરી રહ્યો છેત્યારે તંત્ર સદંતર નિષ્ફળ હોય તેમ લાગી રહયું છે. તંત્રની બેદરકારીનું ઉદાહરણ ભરૂચના આર. કે.કાસ્ટા ના સી વિંગમાં એક મકાનમાંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા તેને સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે.

કોરોનાનો દર્દી મળી આવ્યો હોવા છતાં આ મકાનને હજી સીલ કરાયું નથી તેમજ સમગ્ર વિસ્તારમાં સેનીટાઇઝીંગની કામગીરી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે.

Similar News