ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે જિલ્લા પ્રભારી સચિવના અધ્ય ક્ષપણા હેઠળ યોજાઇ સમીક્ષા બેઠક

Update: 2019-05-09 10:19 GMT

ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેનના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લાના અધિકારીઓ સાથે પીવાના પાણીના વ્યવસ્થા અંગે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ હતી. પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરે ભરૂચ જિલ્લામાં પાણીના સ્ત્રોતની ઝીણવટભરી રજૂઆત જિલ્લા પ્રભારી સચિવને ચિતાર રજૂ કર્યો હતો. જેમાં ૨૦ હજાર લીટરના ૧૧ ટેન્કરો અને ૧૦ હજાર લીટરનું એક ટેન્કર મી કુલ ૧૨ ટેન્કરોની સુવિધા ધ્વારા જરૂરિયાત મુજબના ગામડાઓમાં માંગણી અનુસાર પાણી પુરુ પાડવામાં આવે છે.

આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસેને જિલ્લા વહીવટીતંત્રને જણાવ્યું હતું કે, આગામી ચોમાસા આવતા સુધીમાં જિલ્લામાં પીવાના પાણી અંગેની કોઇ પણ પ્રકારની સમસ્યા ન પડે તે માટે સુદ્રઢ આયોજન હાથ ધરવા અનુરોધ કરાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં જ્યાં જેટલાં ટેન્કરોની જરૂરિયાત હોય ત્યાં ટેન્કરો શરૂ કરાવી દે તથા જ્યાં જેટલાં હેન્ડપંપ રીપેરીંગ કરવાના હોય તે ઝડપથી રીપેરીંગ કરાવી લેવા ટીમો કાર્યરતત કરી દરરોજ તેમના ધ્વારા કરવામાં આવેલ કામગીરી પર સતત નિગરાણી રાખવા જણાવાયું અને જ્યાં નવા બોરના સોર્સ અવેલેબલ હોય ત્યાં નવા બોર ઝડપથી બનાવી દે તથા જ્યાં ઇલેકટ્રીકસીટીના નવા કનેકશનને કારણે પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તો તેનું તાકીદે નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીગણને સુચના આપવામાં આવી હતી. નર્મદા નદીમાં ભળી રહેલાં સમુદ્રના ખારા પાણીની સમસ્યાના નિવારણ બાબતે પણ રાજ્ય સરકારની વિચારણામાં હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રારંભમાં જિલ્લા કલેક્ટર તથા અમલીકરણ અધિકારીગણ ધ્વારા જિલ્લામાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવેલા આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, પ્રાંત અધિકારી, પાણી પુરવઠાના અધિકારી વસાવા, અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Similar News