ભરૂચ : સરકારી શાળાની વિદ્યાર્થિનીઓને મળ્યું “ઓનલાઈન શિક્ષણ”, નન્હી કલી પ્રોજેક્ટ બન્યો આશીર્વાદરૂપ

Update: 2020-09-05 09:57 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાં નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોજેક્ટ અંતર્ગત આશરે 7619 જેટલી વિદ્યાર્થિનીઓને ટેબલેટના માધ્યમથી વિનામુલ્યે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

ભરૂચના જિલ્લાના જંબુસર અને આમોદ મળી કુલ 2 બ્લોકમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોજેક્ટ અંતર્ગત 7619 જેટલી વિદ્યાર્થિનીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નન્હી કલી પ્રોજેક્ટ હેઠળ ધોરણ 1થી 8ની કોઈપણ વિદ્યાર્થિની શિક્ષણથી વંચિત ન રહે તેવો નાંદી ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય રહ્યો છે. ઉપરાંત વિદ્યાર્થિનીઓ ધોરણ 10 સુધી અભ્યાસ કરે તે માટે પ્રોગ્રામ ઓફિસર પણ સતત કાર્યરત રહે છે.

હાલના સમયે દરેક ખાનગી શાળાઓના બાળકો ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પણ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી સામુદાયિક સહાયક દ્વારા ગામડે ગામડે જઈ ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત કોરોના મહામારીના કારણે દરેક વિદ્યાર્થિનીઓના હાથે સેનેટાઈઝર છાંટી અને મોઢે માસ્ક બંધાવી પ્રવેશ આપવામાં આવે છે. જંબુસર તાલુકાના કોટેશ્વર, કલક, સીગામ અને ઉમરા ખાતે વિદ્યાર્થિનીઓને વિનામુલ્યે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં અન્ય ગામોમાં પણ વિદ્યાર્થિનીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.

Tags:    

Similar News