ભરૂચઃ હેરિટેજમાં સમાવિષ્ટ ડચની કબર નામશેષ થવાનાં આરે, તંત્ર બેધ્યાન

Update: 2018-10-19 11:01 GMT

તંત્રની બેદરાકીનાં લીધે આ ઐતિહાસિક ધરોહર ખંડેર બની રહી હોવાનો સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ

દેશમાં જ્યારે બ્રિટિશ સાશન ચાલતું હતું. તે વખતે ફિરંગીઓનાં કબ્રસ્તાન તરીકે ઓળખાતી કબરને સ્મારક તરીકે વિકસાવવામાં આવી હતી. ઈ.સ.1666માં આ મકબરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની સાબિતી આ કબર ઉપર લાગેલી તક્તીઓ પુરી આપે છે.

ભરુચ નગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગોકુલનગરની બાજુમાં ફિરંગીઓનાં કબ્રસ્તાન આવેલાં છે. જેની તંત્ર દ્વારા યોગ્ય જાળવણી નહીં કરવામાં આવતાં આજે નામશેષ થવાનાં આરે છે. તેનું યોગ્ય રીતે જતન કરવામાં નહીં આવતાં આજે ખંડેર અવસ્થામાં બની ગયા છે. સ્થાનિક કોર્પોરેટરની માંગ છે કે, સ્થાનિક તંત્ર દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવે અને તેની માવજત કરવામાં આવે.

Similar News