ભરૂચ : પોલીસ મિત્ર ગુલામ પટેલનું વહીવટીતંત્ર તરફથી કરાયું સન્માન

Update: 2020-01-26 07:59 GMT

ભરૂચમાં મહંમદપુરા વિસ્તાર માં રહેતા ગુલામ ઇસ્માઇલ પટેલ (લાલા ટ્રાન્સપોર્ટ) નાઓને પોલીસ વિભાગને પોલીસ મિત્ર તરીકેની સારી કામગીરી બદલ સન્માનિત કરાયાં છે. જુદા જુદા ધર્મના તહેવારોમાં બંદોબસ્તમાં પોલીસને મદદ કરવી, પુર અને કુદરતી આફતો વખતે હંમેશા અગ્રેસર રહી રાહત કામગીરીમાં સરકારી તંત્રને મદદ રૂપ થવા સહિતની સરાહનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તેમની સેવાકીય કામગીરી બદલ તેમને કલેકટર તથા એસપીના હસ્તે સન્માનિત કરાયાં છે.ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં આજે ૭૧ માં પ્રજાસત્તાક દિનની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન સમારંભ વાગરા ખાતે યોજાયો હતો જેમાં વહીવટી તેમજ પોલીસ તંત્રને હર હંમેશ સાથ સહકાર આપનાર વ્યક્તિઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Tags:    

Similar News