ભરૂચ : જો તમારી સ્ટેમ્પ ડ્યુટી બાકી હશે તો ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફીકેટ મળશે નહીં

Update: 2020-01-21 13:42 GMT

ભરૂચ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન કચેરીના નાયબ કલેક્ટર યાસ્મીન શેખે જણાવ્યું છે કે, જેમણે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પોતાની જમીન-મિલ્કતને લગતા દસ્તાવેજો

રજીસ્ટર્ડ કરાવેલ હોઇ અને કલમઃ ૩૨(ક)/કલમઃ ૩૩ હેઠળ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી

મૂલ્યાંકન તંત્રની કચેરીમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવા ઉપર બાકી હોઇ તેમણે

ઉકત કચેરીનો રૂબરૂ સંપર્ક કરી કેસની વિગતોથી વાકેફ થઇ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ

સરકારમાં જમા કરાવી પોતાના અસલ દસ્તાવેજો મેળવી લેવા.

ઉપરાંત અસલ દસ્તાવેજોમાં

બાકી પડતી સ્ટેમ્પ ડ્યુટીની

પૂર્તતા ન કરવામાં આવ્યેથી કચેરી ધ્વારા આવી રકમનો બોજો સંબંધિત પક્ષકારની

મિલ્કતના સરકારી રેકર્ડ ઉપર ચઢાવવામાં આવશે, જેના કારણે તેમની

આવી મિલ્કતોની તબદિલી તથા ધિરાણ મેળવવાના કામ અર્થે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ

મેળવવા અંગે અગવડનો સામનો કરવો પડશે. આવી બાકી વસુલાતની રકમ જ્યારે ત્યારે ચડત વ્યાજ સાથે ભરપાઇ કરવી પડશે.

વઘુ વિગત માટે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન કચેરી, ત્રીજો માળ, નવી કલેકટર કચેરી, કણબીવગા, ભરૂચ, ફોન નંબરઃ

૦૨૬૪૨-૨૪૦૬૫૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Tags:    

Similar News