ભરૂચ : ઇન્કમટેકસ વિભાગે નોટીસ આપતાં ખેડૂતો ગિન્નાયા, કચેરીએ મચાવ્યો હોબાળો

Update: 2020-02-20 12:03 GMT

કેનાલોમાં

ભંગાણ, અતિ વૃષ્ટિ

સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી છે. ભરૂચ

જિલ્લાના એક હજારથી વધુ ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગે નોટીસ આપતાં રોષે ભરાયેલા

ખેડૂતોએ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

ભરૂચ જીલ્લાના ૧ હજાર કરતા વધુ ખેડૂતોને

ટેકસ ભરવા માટે ઇન્કમટેકસ  વિભાગની

નોટીસ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો ઇન્કમટેક્ષ

ભરવાનો ન હોવા છતા વારંવાર નોટીસ મળતા ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતો આજરોજ

ભરૂચ ઇન્કમટેક્ષ કચેરીમાં પહોચ્યા હતાં. અને નોટીસો પાછી ખેંચી લેવા માટે ઉગ્ર

રજૂઆત કરી હતી.આ અગાઉ પણ ખેડૂતોએ  કલેકટરને રજૂઆત કરી હતી આમ છતાં પ્રશ્નનું કોઈ જ નિરાકરણ

આવ્યું નથી. જો નોટીસ પરત નહિ ખેંચાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.આ અંગે ઇન્કમટેક્ષ

વિભાગના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓએ કેમેરા સામે કઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો

હતો.

Tags:    

Similar News