ભરૂચ : બિહારમાં 30 ગુના આચરનારો કુખ્યાત આરોપી ઝડપાયો, વાંચો કયાં છુપાયો હતો આરોપી

Update: 2021-01-01 11:33 GMT

ભરૂચ  અને બિહાર પોલીસે  સંયુક્ત ઓપરેશન હાથ ધરી બિહારમાં 30થી વધારે ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીને દહેજ ખાતેથી ઝડપી પાડયો છે.

ભરુચ પોલીસ દ્વારા હાલ કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી ચ્હે જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. બિહાર પોલીસની એક ટીમ કુખ્યાત આરોપીની શોધખોળમાં ભરુચ આવી હતી અને ભરુચ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે હ્યુમન ઇંટેલીજ્ન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બિહારમાં 30થી વધુ ગુન્હામાં કુખ્યાત આરોપી વીણી બબનાભાઈ યાદવની દહેજના જોલવા ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપી વિનય યાદવ બિહારમાં એન.ડી.પી.એસ.અને આર્મ્સ એક્ટ સહિત 30થી વધુ ગુન્હામાં સંડોવાયેલ હતો અને ઘણા સેમીથી પોલીસને ચકમો આપી ફરાર હતો.આરોપી બિહારના ગોપાલગંજ પોલીસ મથકના 9 જેટલા ગુન્હામાં વોન્ટેડ હતો આરોપી બિહારમાં ગુન્હા આચરી ભરુચ આવી પહોચ્યો હતો અને દહેજની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને જોલવા ખાતે ભાડે રૂમ રાખી રહેતો હતો

Tags:    

Similar News