ભરૂચ: કંથારીયા ગામે દેશી દારૂ બંધ કરાવવા ગ્રામજનોએ આપ્યું આવેદન

Update: 2019-11-28 11:29 GMT

ભરૂચના કંથારીયા ગામે ઘમઘમતી દારૂની બદી દુર કરવા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોના જણાવ્યાનુસાર કંથારીયા ગામે દારૂની ભઠ્ઠીઓ ફુલીફાલી છે.જેના કારણે ગામનો યુવાવર્ગ અને વૃદ્ધો તેમજ બાળકો ઉપર માઠી અસર પડી રહી છે. એટલુંજ નહીં દારૂના દુષણના કારણે ગામનું સામાજિક વાતાવરણ પણ જોખમાય છે.આ બાબતે પોલીસ મથકે ગ્રામપંચાયત દ્વાર અરજી પણ અપાઇ હતી.પરંતુ પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરાતા આખરે ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદન આપી દારૂના વેપલા બંધ કરાવવા અને કસુરવારોને સજા કરાવવા અરજ કરવાઇ હતી.

આ આવેદન પાઠવવામાં કંથારીયાના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

Tags:    

Similar News