ભરૂચ : નર્મદા કોલેજ ખાતે 12મીએ ઇ- કોન્ફરન્સ યોજાશે, વિશ્વના જાણીતાં 96 લેખકો જોડાશે

Update: 2021-02-06 12:49 GMT

ભરૂચની નર્મદા કોલેજ ખાતે ઇન્ટરનેશનલ લેવલ ઇ- કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ભારે આર્થિક,પર્યાવરણીય અને સામાજિક હાનિ પહોંચી છે. ત્યારે આવી કોઈ નાજુક પરિસ્થિતિ ઉદભવે તે પહેલાં તેની સામે ટકી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં મદદરૂપ થાય તે માટેના વિચારોના આદન પ્રદાન કરવાના આશય સાથે 12મી ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ લેવલની ઇ- કોન્ફરન્સનું આયોજન કરાયું છે.

નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ભરૂચ અને આદિપુરની ટોલાની મોટવાની ઇન્સ્ટિટ્યૂટ તેમજ અમદાવાદની સોમ લલિત ઇન્સ્ટિટ્યૂટ ના સયુંકત ઉપક્રમે યોજનાર ઇ-કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના સિડનીની યુનિવર્સલ બિઝનેસ સ્કૂલનો સહયોગ પણ સાંપડ્યો છે. આ ઇવેન્ટ અંગે માહિતી આપવા નર્મદા કોલેજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના મેનેજમેન્ટના ડો. ભાસ્કર રાવલ, ડો.ડી.કે ત્રિવેદી તેમજ ડો. તૃપ્તિ અલમૌલા હાજર રહયાં હતાં. ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે, વિશ્વના 96 જેટલા લેખકો એક સાથે તેમાં જોડાઈ ને રિસર્ચ પેપરો રજૂ કરશે. ત્રણ સર્વશ્રેષ્ઠ રિસર્ચ પેપરને એવોર્ડ આપવામાં આવશે.

Tags:    

Similar News