ભરૂચ : એકાઉન્ટનું પેપર લીક થવાના મામલે NSUIએ કરી તપાસની માંગણી

Update: 2020-09-14 08:15 GMT

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી તરફથી લેવામાં આવેલી એમ.કોમ -2ની પરીક્ષામાં એકાઉન્ટ -11 વિષયનું પેપર લીક થઇ ગયું હોવાના આક્ષેપ સાથે ભરૂચની નર્મદા કોલેજની બહાર એનએસયુઆઇના આગેવાનો અને વિદ્યાર્થીઓએ દેખાવો યોજયાં હતાં.

કોરોનાની મહામારી વચ્ચે બંધ થયેલું શિક્ષણ કાર્ય હવે ધીમે ધીમે શરૂ થઇ રહયું છે. તારીખ 11મીના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી તરફથી  M.Com - 2 એકાઉન્ટ - 11 ની પરીક્ષા લેવામાં આવી હતી.આ વિષયનું પેપર બે દિવસ પહેલાં જ સોશિયલ મિડીયામાં ફરતું થઇ ગયું હતું તથા પેપરમાં સિલેબસની બહારના સવાલો પુછવામાં આવ્યાં હોવાના આક્ષેપ એનએસયુઆઇએ કર્યા છે. પેપર લીક થઇ જવાના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં પણ યુનિવર્સીટીના છબરડા જોવા મળ્યાં છે. વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવી દેનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વિષયની પરીક્ષામાં યોગ્યતાના આધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવે તેવી માંગણી કરાય છે. એનએસયુઆઇના આગેવાનો તથા વિદ્યાર્થીઓએ નર્મદા કોલેજમાં પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતાં.

Tags:    

Similar News