ભરૂચ : યજમાન અને કર્મકાંડીઓ વચ્ચે અંતર જાળવવા હવે મોબાઇલથી પુજા

Update: 2020-03-27 12:27 GMT

સાંપ્રત સમયમાં કોરોના વાયરસનો કહેર ફેલાયેલો છે ત્યારે ભરૂચ શહેરના કર્મકાંડીઓએ પુજા માટે ગજબ નુસખો અજમાવ્યો છે. યજમાન અને બ્રાહમણો વચ્ચે અંતર જળવાય રહે અને શાસ્ત્રોકત વિધિ વિધાન પણ થઇ શકે તે માટે મોબાઇલ ફોનથી વિડીયો કોલિંગ કરી પુજા કરાવવામાં આવી રહી છે.

કોરોના વાયરસના કહેરના કારણે જન જીવન ઠપ થઇ ગયું છે અને સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસથી થતું સંક્રમણ રોકવા માટે લોકોએ એકબીજાથી અંતર જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. 21 દિવસ દરમિયાન શાસ્ત્રોકત વિધિ વિધાન ન અટકે તે માટે ભરૂચના કર્મકાંડી ગિરીશ શુકલાએ નવતર અભિગમ અપનાવ્યો છે. તેઓ મોબાઇલથી વિડીયો કોલિંગના માધ્યમથી પુજા અને વિધિ કરાવી રહયાં છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રહશાંતિ કે અન્ય પુજા દરમિયાન યજમાન અને બ્રાહમણો એકબીજાના સંપર્કમાં ન આવે અને કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલાં લોકડાઉનનો હેતુ સર થાય તે માટે તેમણે આ રસ્તો અપનાવ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે.

Similar News