ભરૂચ : પેસેન્જર ટ્રેનો બંધ માત્ર ગુડસ ટ્રેનને પરવાનગી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Update: 2020-03-31 12:35 GMT

ભરૂચ રેલવે સ્ટેશન પર રોજની 100 કરતાં વધારે ટ્રેનોની અવરજવર રહેતી હોય છે પણ હાલ લોક ડાઉનના કારણે સ્ટેશન પર નીરવ શાંતિ જોવા મળી રહી છે. રેલવે ટ્રેક પરથી માત્ર ગુડસ ટ્રેનોની અવરજવર થઇ રહી છે.

ભરૂચ રેલવે સ્ટેશન પર રોજના હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે પણ લોક ડાઉનના કારણે તમામ પેસેન્જર ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. મુસાફરો અને ટ્રેનોની ધમધમતું રહેતું ભરૂચ સ્ટેશન હાલ ભેંકાર બની ગયું છે. ભરૂચ સ્ટેશનેથી માત્ર આગળીના વેઢે ગણી શકાય તેટલી ગુડસ ટ્રેન પસાર થઇ રહી છે. રેલવે પોલીસ તથા આરપીએફના જવાનો રેલવે સ્ટેશન પર પહેરો ભરી રહયાં છે. 14મી એપ્રિલ સુધી તો તમામ ટ્રેનો બંધ રહેશે. પોલીસે પણ લોકોને રેલવે સ્ટેશન પર ન આવવા માટે અપીલ કરી છે.

Similar News