ભરૂચ : મુસાફરીની તારીખથી 6 મહિના સુધી રીફંડનો દાવો કરી શકાશે

Update: 2020-05-25 10:32 GMT

દેશમાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે 30મી મે સુધી નિયમિત ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. ટ્રેનો માટે ટીકીટ બુક કરાવનારા મુસાફરોને ટીકીટના પૈસા રીફંડ આપવાની કાર્યવાહી સોમવારના રોજથી શરૂ કરવામાં આવી છે. 

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડીવીઝન દ્વારા 25મી મેના રોજથી ટીકીટના પૈસા રીફંડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા પીઆરએસ કાઉન્ટર્સ પરથી  પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ) ના ટિકિટ ધારકોને ભાડાનું રિફંડ આપવામાં આવશે. પ્રત્યેક સ્થળે એક કાઉન્ટર રિફંડની ખાસ સુવિધા માટે રાખવામાં આવશે.તમામ નિયમિત દિવસોમાં બે શિફ્ટ અને રવિવારે એક શિફ્ટમાં કાઉન્ટરો કાર્યરત રહેશે.

દરેક સ્થળે દરેક શિફ્ટમાં સવારે 7.30 વાગ્યે  અને  બપોરના 2 વાગ્યે વહેલા તે પહેલાના ધોરણે  125 ટોકન આપવામાં આવશે. અસલ પીઆરએસ ટિકિટ ધરાવતા મુસાફરો ભાડાનું રિફંડ મેળવી શકે છે. રીફંડ માટે આવતાં મુસાફરોએ માસ્ક પહેરવું  સામાજિક અંતર જાળવવું સહીતના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તમામ મુસાફરોને રિફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે કારણ કે ટિકિટ પર છપાયેલ મુસાફરીની તારીખથી 6 મહિના સુધી રિફંડનો દાવો સ્વીકારવામાં આવશે. 

Tags:    

Similar News