ભરૂચ : નબીપુર ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ માટે બંધ કરાઇ

Update: 2020-07-17 09:31 GMT

ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ માટે બંધ કરવાનો ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવાયો છે. ગત તારીખ ૧૩મી જુલાઇના રોજ ભરૂચ તાલુકાના કવિથા ગામેથી એક બીમાર વ્યક્તિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીને પ્રાથમિક સારવાર આપીને બોટલો ચઢાવ્યા પછી દર્દીના સગાઓ દર્દીને વડોદરા વધુ સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં દર્દીની તપાસમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો.આ અંગેની માહિતી આરોગ્ય ખાતા મારફત નબીપુર હોસ્પિટલને કરાતા ટ્રસ્ટીઓ દ્વારા હોસ્પિટલને 14 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથો સાથ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને સ્ટાફને પણ 14 દિવસ માટે હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી છે.

હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિત છ  કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આમ હવે ધીરે ધીરે કોરોનાનો કહેર ગ્રામ્ય વિસ્તારો તરફ દેખાવા માંડતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News