ભરૂચ : 108ના સ્ટાફે મહિલાની એમ્બ્યુલન્સમાં જ કરાવી સફળ પ્રસુતિ

Update: 2020-10-20 06:30 GMT

ભરૂચ જીલ્લામાં સવારે 0૬:૦૦ વાગ્યાની આસપાસ કોલ મળતાની સાથે ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ મહિલાના ઘરે જવા રવાના થઈ ગઈ હતી. ભરૂચ પહોંચતાંની સાથે મહિલાના સંબધીઓએ જણાવેલ કે મહિલાને પ્રસુતિનો દુખાવો વધુ થઇ રહીયો છે. ત્યારે ‍૧૦૮ની ટીમના કર્મી યોગેશ દોશી અને પાઇલોટ પરેશભાઈ એમ્બ્યુલન્સમાંથી જરુરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચી ગયા હતા. દુખાવો વધારે હોવાથી ૧૦૮ અંબુલેન્સમાં મહિલાને લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તામાં જ ઈ. એમ.ટી. યોગેશભાઈને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ પરેશભાઇ એમ્બ્યુલન્સ રસ્તાની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી યોગેશભાઈ અને પરેશભાઇ બન્ને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવવાની જરુરીયાત સર્જાઇ હતી. સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી.

અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટર સલાહ લઇને સફર પ્રસૂતિ કરી બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ મહિલાએ દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો. હાલ મહિલા અને બાળકીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે.

Tags:    

Similar News