ભરૂચ : મરહુમ સાંસદ અહમદ પટેલના પુત્ર અને પુત્રી આગળ શું કરવા માંગે છે, તમે પણ સાંભળો

Update: 2020-11-30 11:31 GMT

રાજયસભાના મરહુમ સાંસદ અહમદ પટેલના સેવાકાર્યોની સુવાસ દેશભરમાં ફેલાયેલી છે ત્યારે તેમનો પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ આ સેવા કાર્યોને આગળ વધારવા માંગે છે. હાલ બંને ભાઇ- બહેન રાજકારણમાં સક્રિય થવાનો ઇરાદો ધરાવતાં નથી

રાજયસભાના સાંસદ અહમદ પટેલ હંમેશા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને મદદ કરતાં આવ્યાં છે. એચએમપી ફાઉન્ડેશનના માધ્યમથી તેઓ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્ર પર ભાર મુકી રહયાં હતાં. મરહુમ સાંસદ અહમદ પટેલના નિધન બાદ તેમના સેવાકાર્યોને કોણ આગળ લઇ જશે તે સવાલ ઉભો થયો હતો પણ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહયું છે કે, તેમના પિતાએ જે કાર્યો કર્યા છે તે ભુલી શકાય તેમ નથી અને તેઓ પિતાના સેવાકીય કાર્યોને આગળ લઇ જવા માંગે છે..

સાંસદ અહમદ પટેલ ખાસ કરીને ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં ખાસ સક્રિય રહેતાં હતાં. તેમણે દેડીયાપાડાના અંતરિયાળ ગામ વાંદરીને દત્તક લઇ ત્યાંના લોકોનું જીવન બદલી નાંખ્યું છે. મરહુમ સાંસદ અહમદ પટેલની પુત્રી મુમતાઝે પણ વાંદરી ગામ તથા તેમના પિતા જયાં સેવાકાર્ય કરતાં હતાં ત્યાં તેમની પ્રવૃતિઓ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. હાલ તો બંને ભાઇ અને બહેન રાજકારણમાં સક્રિય થવાનો કોઇ ઇરાદો ધરાવતાં નથી.

Tags:    

Similar News