ભરૂચ: નગર સેવા સદનની ચૂંટણીમાં કયા ઉમેદવારને સૌથી વધુ મળ્યા,જુઓ વિશ્લેષણ

Update: 2021-03-04 13:31 GMT

ભરૂચ નગરપાલિકા ની ચૂંટણી માં સુધી વધુ મત  વોર્ડ નંબર બેના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહિમ કલકલને  મળ્યા છે તો સૌથી ઓછા મત પણ કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલા ને મળ્યા છે.

ભરૂચ નગરપાલિકા ની ચૂંટણી માં 11 વોર્ડ ની 44  બેઠકો માટે મતદાન થયું હતું. જેની મતગણતરી સંપન્ન થતા વિજેતાઓને મળેલ મતની  સંખ્યા પર નજર કરીયે તો  વિજેતા ઉમેદવારોમાં સૌથી વધુ મત વોર્ડ નંબર-2 ના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહિમ કલકલને 6711 મત મળ્યા છે તો સૌથી ઓછા મત પણ કોંગ્રેસના જ વોર્ડનંબર-1ના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલા ને 2836 મળ્યા છે. ભરૂચ નગરપાલિકા ની 44 બેઠકો પર 149 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું. ઇવીએમથી થેયલ મતદાનમાં મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદના હોય તો નોટાનો ઓપશન પણ  આપવામાં આવ્યો હતો.11 વોર્ડ ની ચૂંટણી માં નોટાનો ઉપયોગ બહુ થયો હોય તેમ જણાતું નથી.11 વોર્ડના મતદાન મળી કુલ 1106 જ મત નોટા ને મળ્યા છે.

નોટાનો સૌથી વધુ ઉપયોગ વોર્ડ નંબર 3માં 188 મત તો સૌથી ઓછો ઉપયોગ વોર્ડ નંબર 1માં માત્ર 47 મત પૂરતો જ થયો છે જે જોતા સ્થાનિક સ્વરાજની ભરૂચ નગરપાલિકાની ચૂંટણી માં નોટા નો ઉપયોગ બહુ થયો નથી તેમ કહી શકાય.

Tags:    

Similar News