ભરૂચ: ઝઘડીયા, રાજપારડી અને ઉમલ્લાના બજારો સપ્તાહમાં 3 દિવસ ફરજિયાત બંધ રહેશે

Update: 2020-07-22 16:07 GMT

ઝઘડીયા તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને લઈને ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીનો મોટો નિર્ણય. ઝઘડિયા તાલુકાના મોટા ગામો જેવાકે ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા, અઠવાડિયાના ત્રણ દિવસ શનિવાર રવિવાર તેમજ સોમવારના દિવસે ફરજિયાત બંધ રખાશે

ઝઘડીયા તાલુકામાં વધતા જતા સંક્રમણને કાબુમાં લેવા તમામ ગ્રામ પંચાયતને ટીડીઓ દ્વારા લેખિત પત્ર લખાયો છે ઝઘડિયા તાલુકામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે લોકલ સંખ્યા વધી રહ્યું છે જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે ઝઘડીયા તાલુકામાં વધતાં જતાં સંક્રમણને અટકાવવા માટે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ ગ્રામપંચાયતોને લેખિત પત્ર લખવામાં આવ્યો છે

ભરૂચ જિલ્લામાં તેમજ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે વધતા જતા કોરોના પોઝિટિવ કેસને નિયંત્રણમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કોવિડની ગાઈડલાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યા છે તેમ છતાં અનલોક બેમાં વધુ પડતી છૂટછાટ હોય લોકલ સંક્રમણ વધુ જોવા મળ્યું છે ઝઘડિયા તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને નિયંત્રણમાં લેવા માટે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીએ જે પટેલ દ્વારા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં લેટર લખવામાં આવ્યો છે જેમાં લોકલ સંક્રમણ અટકાવવા માટે તાલુકાના મોટા ગામો જેવા કે ઝઘડિયા રાજપારડી અને ઉમલલા જેવા ગામો અઠવાડિયાના ત્રણ દિવસ શનિવાર રવિવાર અને સોમવારના દિવસે ફરજિયાત બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે નાના ગામોના લોકો કામકાજ માટે તેમજ ખરીદી માટે મોટા ગામોમાં આવતા હોય લોકલ સંક્રમણ ઘટાડવાના હેતુસર ટીડીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે

સાથે સાથે યેલો ઝોન અને રેડ ઝોનમાં સો ટકા લોકોનું મેડીકલ ચેક અપ કરવો દર બે દિવસે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવો સોશિયલ ડીસ્ટનુ પાલન ફરજિયાત અમલ માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત  શાકભાજી ચા નાસ્તાની દુકાન લારી-ગલ્લા ધરાવતા વેપારીઓ ના હેલ્થ કાર્ડ રાખી સ્ક્રિનિંગ કરી મેડિકલ ચેકઅપ પર પણ ભાર મુકવા  જણાવવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી શનિવારથી ઉપરોકત બાબતનો અમલ કરવા ગ્રામ પંચાયતોને જણાવાયું છે

Tags:    

Similar News