ભરૂચ: ક્ષત્રિય સમાજમાં આગેવાનો દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,પોલીસની કામગીરી સામે રોષ

સંકલન સમિતિના પ્રવકતાની અટકાયતના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી

Update: 2024-04-29 12:25 GMT

ભરૂચના ક્ષત્રિય આગેવાન દ્વારા પાઠવાયું આવેદનપત્ર

પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

સંકલન સમિતિના પ્રવક્તાની અટકાયતનો વિરોધ

ખોટી રીતે અટકાયત કરાય હોવાના આક્ષેપ

યોગ્ય પગલા ભરવાની માંગ

રાજપૂત સમાજના ભરૂચ-નર્મદા જિલ્લાના સંકલન સમિતિના પ્રવકતાની અટકાયતના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજપૂત સમાજના આગેવાનો વિરપાલસિંહ અટોદરિયા,અક્ષયસિંહ રણા,પરિમલસિંહ રણા સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું..

જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-27મી એપ્રિલની રાતે રાજપૂત સમાજના ભરૂચ-નર્મદા જિલ્લાના સંકલન સમિતિના પ્રવકતાની ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે અટકાયત કરી સી ડિવિઝન પોલીસ પી.આઈ દ્વારા ગેર બંધારણીય શબ્દોનો પ્રયોગ કરી અપશબ્દો ઉચ્ચારી ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને રાજપૂત સમાજના કેટલાક લોકોની ખોટી રીતે અટકાયત કરી આંદોલનને કચડી નાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.ત્યારે જવાબદાર અધિકારીઓ સામે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News