અંકલેશ્વર : સુરતના ઉમરામાંથી ચોરી થયેલ બાઇક સાથે 2 ઇસમોની ધરપકડ, અન્ય એક આરોપી વોન્ટેડ

બી' ડિવિઝન પોલીસે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2023-12-07 11:45 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇની માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુના અને વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે અંકલેશ્વર શહેર બી' ડિવિઝન પી.આઈ. વી.કે.ભુતીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ મથકની હદમાં યામાહા કંપનીની R-15 બાઇકના ચાલકે RTOના નિયમોનું ઉલ્લંઘન કરતાં પોલીસે બાઇક ડીટેઇન કરી હતી. આ સાથે જ પોલીસે મોટર સાઇકલનો નં. GJ-05-SR-5702ને ઇ-ગુજકોપમાં સર્ચ કર્યો હતો, જે બાઇક સુરત શહેરના ઉમરા પોલીસ મથકની હદમાંથી ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પોલીસે આ ઈસમ પાસે વાહનના દસ્તાવેજો માંગતા તેની નહીં હોવાનું કહી આ બાઇક કોસંબાના અન્ય એક ઈસમ પાસેથી રૂ. 37 હજારમાં લીધી હોવાનું જણાવ્યુ હતું. જોકે, પોલીસે કોસંબના ઈસમની વધુ પૂછપરછ કરતાં તેણે આ બાઇક અંકલેશ્વરના એક ઈસમ પાસેથી રૂ. 30 હજારમાં ખરીદી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે 2 ઇસમોની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News