અંકલેશ્વર : હજાત ગામની સીમમાં ONGCના ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ

હજાત ગામની સીમમાં આવેલ ONGCની ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-02-11 12:24 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે હજાત ગામની સીમમાં આવેલ ONGCની ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 7મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાં ભરૂડી મંદિર સામે ONGCના જંકશન પોઈન્ટ પાસે ક્રુડ ઓઈલની અન્ડર ગ્રાઉન્ડ ચાલુ લાઈનમાં ભંગાણ સર્જી ક્રુડ ઓઈલની ચોરીના પ્રયાસ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર ઇસમો હજાત ગામમાં ફરી રહ્યા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી ગામના ભાથીજી મંદિર ફળિયામાં રહેતા 2 ઈસમને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ બન્ને ઈસમો ઓઈલ ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાનું પોલીઓસ તપાસમાં બહાર આવ્યું છે.

Tags:    

Similar News