અંકલેશ્વર : નવા બોરભાઠા બેટ ગામની નવી નગરીમાંથી 3 જુગારીયાઓ ઝડપાયા, રૂ. 50 હજારનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

Update: 2023-08-25 11:57 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામની નવી નગરીમાં જુગાર રમતા 3 જુગારીયાઓની અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, નવા બોરભાઠા બેટ ગામની નવી નગરી ફળિયામાં ઘરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર અને 2 મોબાઈલ ફોન તેમજ એક મોપેડ મળી કુલ 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતા નવા ફળિયાના 3 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ જતાં તેને વોંટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News