અંકલેશ્વર: ખાનગી લક્ઝરી બસમાં વિદેશી દારૂનીઓ હેરાફેરી કરતા 4 ઈસમોની ધરપકડ, રૂ.2.20 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મૂકી વિદેશી દારૂ જથ્થો લાવવામાં આવી રહ્યો છે

Update: 2023-03-01 11:24 GMT

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હાઈવે ઉપર આવેલ આઝાદ શટર પાસેથી ટ્રાવેલ્સ બસમાં મંગાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઇસમોને ૨.૨૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મૂકી વિદેશી દારૂ જથ્થો લાવવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે હવા મહેલ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ચામુંડા ટ્રાવેલ્સની બસ નંબર જી.જે.૧૪.ઝેડ.૯૪૪૪ વાલીયા ચોકડી તરફ આઝાદ શટર પાસે ઉભી રહેતા તેમાંથી એક ઇસમ નીચે ઉતરી ટ્રાવેલ્સની પાછળના ભાગે આવ્યો અને ટ્રાવેલ્સની પાછળ એક રિક્ષા નંબર જી.જે.૧૬. એ. ટી.૬૭૪૨ આવી ઉભી રહી હતી.જેમાંથી ત્રણ ઈસમો ઉતરી બસની પાછળના ભાગે પાર્સલ ઉતારી રિક્ષામાં મુકવા જતા હતા તે સમયે પોલીસે દરોડા પાડી થેલામાંથી વિદેશી દારૂની ૪૫ નંગ બોટલ અને ત્રણ ફોન સહીત રીક્ષા મળી કુલ ૨.૨૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ લાવનાર પપીયારામ પારામ પંચાલ,તુષારકુમાર નરાભાઇ ગુજ્જર,રાહુલકુમાર પ્રકાશભાઇ ગુજ્જર તેમજ આકાશ વસાવાને ઝડપી પાડ્યો હતો.

Tags:    

Similar News