અંકલેશ્વર : MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ, રંગમંચના કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી.

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Update: 2022-12-10 10:58 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં રંગમંચના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવુતિઓની કચરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ અને જીનવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રંગમંચના કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણ સહીત શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News