અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ, રૂ.5.72 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ભરૂચીનાકા પાસેથી કારમાં ૭૨ હજારનો દારૂ અને કાર મળી કુલ ૫.૭૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો

Update: 2022-11-07 11:01 GMT

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ભરૂચીનાકા પાસેથી કારમાં ૭૨ હજારનો દારૂ અને કાર મળી કુલ ૫.૭૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો

વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળિયામાં રહેતો બુટલેગર રીન્કુ રામુ વસાવા કાર નંબર-જી.જે.૧૯.એ.એફ.૦૨૪૦માં વિદેશી દારૂનો જથ્થો ભરી વાલિયાથી અંકલેશ્વરના ભરૂચી નાકા તરફ આવનાર છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૫૯ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭૨ હજારથી વધુનો દારૂ અને ૫ લાખની કાર મળી કુલ ૫.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળિયામાં રહેતો બુટલેગર રીન્કુ રામુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News