અંકલેશ્વર : અંસાર માર્કેટની સનરાઇઝ ટ્રેડિંગમાંથી રૂ. 6.70 લાખના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ઇસમની અટકાયત...

ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

Update: 2023-12-06 12:41 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે અંકલેશ્વરના અંસાર માર્કેટમાં સનરાઇઝ ટ્રેડિંગ કંપનીમાંથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ રૂ. 6.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના અંસાર માર્કેટ અમરતૃપ્તિ હોટલની પાછળ ભંગારના માર્કેટમાં સનરાઇઝ ટ્રેડિંગ કંપનીમાં બોર્ડ લગાવેલ ગોડાઉનના ગેટની અંદર આઇસર ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ટેમ્પોમાંથી 4,260 કિલો ભંગાર મળી આવ્યું હતું. પોલીસે તાપી હોટલ પાછળ આવેલ ઝાકરિયા પાર્ક સોસાયટીમાં રહેતા ઇસમની પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી રૂ. 1.70 લાખનો ભંગાર અને રૂ. 5 લાખનો ટેમ્પો મળી રૂ. 6.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News