અંકલેશ્વર : સેવા નિવૃત્ત થતાં GIDC પોલીસ મથકના ASIનો વિદાય સમારંભ યોજાયો...

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો

Update: 2023-04-30 12:18 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેકનો વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ASI અબ્દુલ કાદર મહંમદ મલેક 37 વર્ષની નોકરી બાદ સેવા નિવૃત થયા હતા, ત્યારે જીઆઇડીસી પોલીસ મથક ખાતે પીઆઈ., પીએસઆઈ, અન્ય પોલીસ જવાનો અને પરિવારની હાજરીમાં તેમનો વય નિવૃત્તિ કાર્યકમ યોજાયો હતો. જેમાં વિદાયમાન અબ્દુલ કાદર મહંમદ મલેકની સેવાઓને બિરદાવી તેમનું બહુમાન કરી આગળ તેમનું જીવન પરિવાર સાથે સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવાય હતી.

Tags:    

Similar News