અંકલેશ્વર: અંસાર માર્કેટના પુઠ્ઠાના બે ગોડાઉનમાં આગ લાગવાનો મામલો, રૂ.૬૭ લાખના નુકશાન અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરના અંસાર માર્કેટના પુઠ્ઠાના બે ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં ગોડાઉન માલિકે અન્ય ગોડાઉન માલિકની બેદરકારી ભર્યા કૃત્યને લઇ ૬૭ લાખના નુકશાન અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Update: 2023-05-13 09:57 GMT

અંકલેશ્વરના અંસાર માર્કેટના પુઠ્ઠાના બે ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં ગોડાઉન માલિકે અન્ય ગોડાઉન માલિકની બેદરકારી ભર્યા કૃત્યને લઇ ૬૭ લાખના નુકશાન અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વરના હવા મહેલ વિસ્તારમાં આવેલ ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમદ નસીમ ઉસ્માન કુરેશી છેલ્લા ૨૫ વર્ષથી અંસાર માર્કેટ પાસે આયન માર્કેટમાં ઉસ્માન ટ્રેડર્સ અને હિન્દુસ્તાન સ્ક્રેપ ટ્રેડર્સ નામનું વેસ્ટ પેપરનું ગોડાઉન ધરાવે છે.જેઓને ગત રોજ સવારે તેઓના ગોડાઉનમાં કામ કરતા કામદારોએ ફોન કરી ગોડાઉનમાં આગ લાગી હોવાનું જણાવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગમાં જાણ કરી હતી આ આગની ઘટનામાં મોહમદ નસીમ ઉસ્માન કુરેશી અને તેઓના ગોડાઉન સળગીને ખાખ થઇ ગયું હતું જેઓના ગોડાઉનમાં રહેલ ઓટોમેટીક બેલર મશીન ૩૦ લાખ,ફોર કલીપ મશીન ૭ લાખ અને પૂઠાનું મટીરીયલ ૨૦૦ ટન ૨૦ લાખ સહીત ૬૭ લાખનું નુકશાન થવા પામ્યું છે.જયારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાજુમાં ગોડાઉન ધરાવતા મોહમંદ ઈસ્માઈલ છીનાક ચૌધરીએ વહેલી સવારે ૪ કલાકે તેઓના ગોડાઉન પાસે સળગાવેલ કચરાના બળતા તણખા પવનમાં ઉડીને મોહમદ નસીમ ઉસ્માન કુરેશીના ગોડાઉનમાં પ્રસરી જવાથી આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.બેદરકારી ભર્યા કૃત્યના કારણે આગની ઘટના બની હોવા અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Tags:    

Similar News