અંકલેશ્વર : ATM સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી 2 લોકો સાથે છેતરપિંડી, પોલીસે કરી ગઠિયાની ધરપકડ...

શહેરમાં ATM સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી 2 લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

Update: 2023-06-21 11:30 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ATM સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી 2 લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાજી ફળિયામાં રહેતા પલકબેન પરમાર ગત તારીખ 15મી જૂનના રોજ અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક આવેલ SBI બેન્કના ATM સેન્ટરમાં રૂપિયા ઉપડવા ગયા હતા. તે દરમિયાન ત્યાં ઉભેલ ઇસમે પોતે બેન્કનો કર્મચારી હોવાનું જણાવી ATM કાર્ડ બદલી તેમાંથી અલગ અલગ રીતે 18 હજાર રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.

તો બીજી તરફ, ONGC વર્કશોપ ગેટ પર આવેલ SBI બેન્કના ATM સેન્ટર ખાતે રમેશ પટેલ રૂપિયા ઉપાડવા ગયા હતા. જેઓને પણ ATM સેન્ટરમાં ગઠીયાનો ભેઠો થઇ ગયો હતો. જેઓનું પણ ATM કાર્ડ બદલી અગલ અલગ રીતે 20 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા, ત્યારે આ બન્ને ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરતના મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આણંદના ભાઈલાલ દાદાની ગલીમાં રહેતા તુષાર કોઠારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News