અંકલેશ્વર: કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન,જરૂરિયાતમંદોએ લીધો લાભ

એશિયન પેઈન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Update: 2023-12-17 12:22 GMT

એશિયન પેઈન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

તારીખ 17 ડિસેમ્બર, રવિવાર ના રોજ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે એશિયન પેઈન્ટ કંપની તેમજ શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગ થકી એક નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જયાબેન મોદી હોસ્પિટલ માંથી અલગ અલગ કુલ 9 નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. જેમાં આંખોના ડોક્ટર, બાળકોના ડોક્ટર, હાડકાના ડોક્ટર, પ્લાસ્ટિક સર્જન, કેન્સરના ડોક્ટર, જનરલ સર્જન, દાંત ના ડોક્ટર, જનરલ ફિજિશ્યન, તેમજ સ્ત્રીરોગ નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કાપોદ્રા ગામ ઉપરાંત ભડકોદ્રા, બાકરોલ, કોસમડી વગેરે જેવા 5 ગામના ગામોમાથી 700 જેટલાં લોકોએ આ કેમ્પમાં લાભ લીધો હતો. જેમનું ચેકઅપ કરી દવા આપવામાં આવી હતી

Tags:    

Similar News