અંકલેશ્વર: પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં યુવતીએ કાઢ્યું કાઠુ, અનેક યુવાનોને આપી પ્રેરણા

ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં અંકલેશ્વરની યુવતીએ કાઠુ કાઢી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો જે બદલ તેણે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Update: 2023-01-30 08:45 GMT

ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં અંકલેશ્વરની યુવતીએ કાઠુ કાઢી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો જે બદલ તેણે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Full View

સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ દ્વારા વિવિઘ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પાવર લિફ્ટિંગ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત અને ફિટ ઇન્ડિયા યુથ ક્લબ અંતર્ગત યોજાયેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ ચેમ્પિનશિપ 2023 સ્પર્ધામાં અંકલેશ્વરની વૈશાલી પટેલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સમગ્ર પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે.વૈશાલી પટેલે બેન્ચ પ્રેસમાં 55 KG, સ્કવોટ્સમાં 105 KG અને ડેડલિફ્ટમાં 125KG બાર્બેલ પર ઊંચકવામાં આવતા કુલ 285KG વજન સાથે જીલ્લામા પ્રથમ સ્થાને વિજેતા બની હતી. સાથે સાથે તેણે સ્ટ્રોંગ વુમન ઓફ ભરૂચમા પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં સન્માનિત કરવામાં આવી હતી.

Tags:    

Similar News