અંકલેશ્વર : અયોઘ્યાથી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણ હેતુ નીકળેલી કળશ યાત્રાનું હિન્દુ સંગઠનો દ્વારા સ્વાગત...

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોઘ્યાથી ખાતે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,

Update: 2023-12-11 08:04 GMT

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોઘ્યાથી ખાતે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કળશ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોચતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા દેશભરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આમંત્રણ કળશમાં ચોખા મુકી દેશના અલગ અલગ વિસ્તારોમાં કળશ યાત્રા મોકલવામાં આવી છે. જેના ભાગરૂપે કળશ યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવી પહોચતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કળશ યાત્રાની પૂજા-અર્ચના કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કળશ યાત્રાને આગળ ધપાવી આવનારા સમયમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઘરે ઘરે જઈ લોકોને અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવશે.

Tags:    

Similar News