અંકલેશ્વર : મણિપુર હિંસાના વિરોધમાં સામાજિક અગ્રણીઓએ તંત્રને આપ્યું બિનરાજકીય આવેદન પત્ર...

સામાજિક અગ્રણીઓ દ્વારા બિનરાજકીય આવેદન પત્ર આપી મણીપુર ઘટનામાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

Update: 2023-07-25 12:18 GMT

મણિપુર રાજ્યમાં થયેલ મહિલાઓ સાથેના અત્યાચાર વિરોધમાં અંકલેશ્વર શહેર સામાજિક અગ્રણીઓ દ્વારા તાલુકા સેવા સદન ખાતે બિનરાજકીય આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મણિપુર રાજ્યમાં મહિલાઓ પર થયેલ અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત થઇ રહ્યો છે, ત્યારે મણીપુરની ઘટનાઓમાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મણીપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારનો વિડિયો પણ વાયરલ થયો હતો.

જેને લઇને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરની તાલુકા સેવા સદન કચેરી ખાતે સામાજિક અગ્રણીઓ દ્વારા બિનરાજકીય આવેદન પત્ર આપી મણીપુર ઘટનામાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં રાજેશ વસાવા, અર્જુન વસાવા, મુકેશ વસાવા, શરીફ કાનુગા, બક્કો પટેલ, વસીમ ફડવાલા, સ્પંદન પટેલ, અક્ષય વસાવા, મનુ સોલંકી, ઉત્તમ પરમાર અને સુનિલ વસાવા સહિત શહેર અને તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Tags:    

Similar News