અંકલેશ્વર : સારંગપુર વિસ્તારમાંથી 3 ઇક્કો કારના સાયલેન્સરની ચોરી કરનાર ઈસમ ઝડપાયો...

સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીમાં સંડોવાયેલ આરોપીને એલસીબીએ આમોદ પોલીસ સ્ટેશન ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-11-16 11:24 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીમાં સંડોવાયેલ આરોપીને એલસીબીએ આમોદ પોલીસ સ્ટેશન ખાતેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 28 ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતી નગરમાં રહેતા જીજ્ઞેશ મકવાણાએ પોતાની ઇક્કો ગાડી નંબર જીજે-૧૬-સીએસ-૮૬૪૭ મકાન બહાર પાર્ક કરી હતી. તે દરમિયાન તસ્કરોએ ત્રાટકી તેઓની કારના સાયલેન્સર મળી ૭૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત પદ્માવતી નગરમાં રહેતા સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની કારમાંથી પણ સાયલેન્સરની ચોરી થઈ હતી. જોકે, ત્રણેય કારમાંથી કુલ રૂ. 1.60ના મુદ્દામાલની ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન આમોદ પોલીસે બકરા ચોરીમાં સંડોવાયેલ આરોપીને અમદાવાદની ધોળકા પોલીસ ખાતેથી અટક કરી કસ્ટડી રિમાન્ડ ઉપર હોય જે આરોપી બકરા ચોરી સાથે અન્ય ગુનામાં પણ સંડોવાયેલ હોવાની શંકાએ ભરૂચ એલસીબીએ તેની વધુ પુછપરછ કરતા તેણે પોતાના સાગરીતો સાથે કાર લઇ ભરૂચ જીલ્લામાં બકરા અને ઇક્કો કારના સાયલેન્સરની ચોરી કરવા આવતા હોવાની કબુલાત કરી હતી. તેઓએ ઓરા ગામના એક ફાર્મ હાઉસમાંથી બકરા, ભરૂચના સોનેરી મહેલ, ધોળીકુઈ બજાર તેમજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં પદ્માવતી ગરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા એલસીબીએ અમદાવાદના ધોળકા પખાલી ચોક ખાતે રહેતો ઇમરાન ઉર્ફે કાબરો વાહીદ બેલીમની અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે અન્ય 4 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ ઇસમ લૂંટ અને પશુ ચોરી સહીત ૧૭ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Tags:    

Similar News