અંકલેશ્વર : સરદાર પાર્ક નજીક વોકહાર્ટ કોલોનીના ડિમોલેશનની પ્રકિયાથી ઊડતી ધૂળથી સ્થાનિકો ત્રાહિમામ…

અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જામાતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Update: 2024-01-08 09:54 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જામાતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક વોકહાર્ટ કોલોનીના ચાલતા ડિમોલેશનની પ્રકિયા દરમ્યાન ધૂળનું સામ્રાજ્ય જામાતા આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યાં ના કોઈ સેફ્ટી કે, ના કોઈ પડદા લગાવ્યા વગર બિલ્ડિંગને ઉતારવાનું કામ ચાલતા આજુબાજુમાં ધૂળ ધૂળ થઈ ગઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જોકે, આજુબાજુમાં ખાણીપીણીના અનેક સ્ટોલ પણ આવેલા છે, ત્યારે સ્ટોલના માલિકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, કેટલાક દિવસથી આ કામમાં ઊડતી ધૂળના કારણે લોકો સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી. તો બીજી તરફ, નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા લગાડવામાં આવેલા વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

Tags:    

Similar News