અંકલેશ્વર : મોંઘવારી મુદ્દે તાલુકા કોંગ્રેસનો વિરોધ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

Update: 2022-04-03 10:29 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા 20થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

દેશ સહિત રાજ્યમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલ, CNG ગેસ, ગેસના બોટલ, ખાદ્ય તેલના ભાવો તેમજ અન્ય મોંઘવારીને લઈને અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમ્યાન અંકલેશ્વર શહેર પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસ દ્વારા 20થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

મોંઘવારીના મુદ્દે વિરોધ વેળા અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસદીયા, તાલુકા પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય,અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા, શૈલેષ મોદી, ઇકબાલ ગોરી, મગન માસ્ટર, રફીક ઝગડિયાવાળા, સ્પંદન પટેલ, મનુ સોલંકી, મુકેશ વસાવા, ઈમ્તિયાઝ બાણવા, પ્રકાશ પટેલ અને ઉત્તમ પરમાર સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News