અંકલેશ્વર: પાનોલીની પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં ફરી એકવાર કામદારોનો હોબાળો, જુઓ શું છે કારણ

GIDCમાં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા સાત દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો.

Update: 2024-04-10 11:16 GMT

અંકલેશ્વરની પાનોલીજી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા સાત દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો.

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં સમગ્ર પ્લાન્ટમાં 200થી કામદારો કામ કરે છે.જેઓને કંપનીના સત્તાધીશોએ અચાનક 4થી એપ્રિલના રોજ છૂટા કરી દેતા તેઓએ હોબાળો મચાવ્યો હતો.6થી 10 વર્ષ સુધી કંપનીમાં કામ કરતાં કામદારોને 3 મહિનાનો પગાર અને અન્ય ભથ્થા નહીં ચૂકવાતા કામદારોએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો જે બાદ પોલીસ અને સત્તાધીશો વચ્ચે બેઠકમાં કંપનીના સત્તાધીશોએ બાહેધરી આપી કામદારોને પગાર આપવાનું નક્કી થયું હતું પરંતુ 200માંથી ફક્ત 10 જ કામદારોને ચેક થકી પગાર ચૂકવાયો હોવાના આક્ષેપ સાથે આજરોજ ફરી સાત દિવસ બાદ કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો.અને પગાર સહિત અત્યાર સુધીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.

Tags:    

Similar News