અંકલેશ્વર : અતિશય દુર્ગંધ મારતી પાલિકાની આંબોલી ડમ્પિંગ સાઈટથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આંબોલી રોડ ઉપર આવેલી છે. જે સુકાવલી ડમ્પિંગ સાઈટમાં અંકલેશ્વર શહેરના તમામ કચરાનું નિકાલ કરવામાં આવે છે.

Update: 2022-09-15 11:45 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સુકાવલી ડમ્પિંગ સાઈટમાંથી આવતી અતિશય દુર્ગંધ અને દૂષિત પાણીને લઇ વિદ્યાર્થીઓ સહીત રાહદારીઓ હેરાન-પરેશાન થઇ ઉઠ્યા છે.

અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આંબોલી રોડ ઉપર આવેલી છે. જે સુકાવલી ડમ્પિંગ સાઈટમાં અંકલેશ્વર શહેરના તમામ કચરાનું નિકાલ કરવામાં આવે છે. હાલ ચોમાસાની સીઝનને પગલે ડમ્પિંગ સાઈટમાંથી નીકળતા અતિશય દુર્ગંધ મારતા પાણીને લઇ ત્યાંથી પસાર થતા આંબોલી અને મોટવાણ સહિત આસપાસના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. આ કચરાને લઇ માથું ફાડી નાખે તેવી દુર્ગંધના અહીથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે જાહેર માર્ગ ઉપર નીકળતા દુષિત પાણીને ડ્રેનેજ વાટે નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

Tags:    

Similar News