અંકલેશ્વર : રૂ. 4.20 લાખના ભંગારના જથ્થા સાથે અંસાર માર્કેટ નજીકથી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી.

નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

Update: 2023-06-12 11:33 GMT

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ અંસાર માર્કેટ તરફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર-જી.જે.૦૫.સી.યુ.૯૪૧૧માં બે ઈસમો શંકાસ્પદ એલ્યુમિનિયમનો ભંગાર ભરી અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપર ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી પીકઅપ ગાડીને કોર્ડન કરી તેમાં તપાસ કરતા તેમાંથી ૮૦૦ કિલો એલ્યુમિનિયમ અને પટ્ટીનો ભંગાર મળી આવ્યો હતો પોલીસે માંગરોળ તાલુકાના પીપોદરા ઓવરટેક્ષ કંપની પાસે રહેતો ટેમ્પોના ચાલક ઉમેશ બજરંગબલી પાંડે,કુલચંદ પિતઈ કનોજીયાને ભંગાર અંગે પુછપરછ કરતા તે બંનેએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેઓની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૧.૨૦ લાખનો ભંગાર અને ૩ લાખની ગાડી મળી કુલ ૪.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News