અંકલેશ્વર : કસાઇવાડ ખાતે ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા...

શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2024-03-24 11:34 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે મોહંમદ સોહેલ હાજી સિદ્દીક કુરેશીના 2 માળના “સિદ્દીક મંઝિલ” નામના મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌ વંશને કતલ કરતા મોહંમદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી, અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી, શહેરાજ ઉર્ફે સિરાજ મોહંમદ સિદ્દીક કુરેશી અને મહંમદ હસન મોહંમદ સોહેલ કુરેશીને કતલ કરતા સાધનો સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુહાડો, છરો, ધારદાર ચપ્પા, પ્લાસ્ટિકના હાથમાં ફિટ કરેલ મસ્કરો ઇલેટ્રીકલ વજન કાંટો અને 2 મોબાઈલ સહિત 132 કિલો ગૌ વંશનું માંસ જપ્ત કર્યું હતું. આ અંગે એફ.એસ.એલ.માં રિપોર્ટ કરતા એફ.એસ.એલ અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં જરૂરી નમૂના લઇ પૃથક્કરણ કરતા ગૌ વંશ હોવાની પુષ્ટિ થઈ હતી, ત્યારે હાલ તો પોલીસે ગૌ વંશને કતલ કરતા ચારેય ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News