અંકલેશ્વર: લ્યો બોલો નગર સેવા સદનની ઇમારત જ જર્જરીત, બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશયી

અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.

Update: 2024-03-30 11:09 GMT

અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતો ઉતારી લેવા માલિકોને નોટિસો ફટકારવામાં આવે છે પરંતુ ખુદ નગર સેવા સદનની ઇમારત જ જર્જરિત હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને પલાસ્ટરના પોપડા પડ્યા હતા.ખુદ પાલિકાનું બિલ્ડીંગ જ જર્જરિત હોવાનું સામે આવ્યું છે ત્યારે પાલિકા તંત્ર જર્જરિત ઇમારત મુદ્દે કોને નોટીસ બજાવશે તેવા સવાલો ઉદભવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં દોડધામ મચી જવા પામી હતી.

Tags:    

Similar News