અંકલેશ્વર: કાગદીવાડમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી રૂ7.16 લાખની ચોરી

અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

Update: 2024-05-10 08:22 GMT

અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વરના કાગદીવાડ ટેકરામાં સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવીદ શબ્બીર મુન્શી ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ કોલહર કંપનીમાં નોકરી કરે છે.જેઓની પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયરમાં ગઈ છે.જ્યારે મકાન માલિક ગતરોજ વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી પોતાનું મકાન બંધ કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનની નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલી સોના-ચાંદીના ઘરેણાં તેમજ 27 હજાર રોકડા મળી કુલ 7.16 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News