અંકલેશ્વર: ટ્રેનમાં સૂતેલા મુસાફરોના લેપટોપ સહિતના સામાનની ચોરી કરતા ઇસમની પોલીસે કરી ધરપકડ

અનમોલ પ્લાઝાના પહેલા માળે સીડી પરથી ચોરીના લેપટોપ,પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Update: 2022-09-14 08:32 GMT

અંકલેશ્વર શહેર પોલીસે અનમોલ પ્લાઝાના પહેલા માળે સીડી પરથી ચોરીના લેપટોપ,પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અનમોલ પ્લાઝાના પહેલા માળે સીડી પર એક ઇસમ ચોરીની બેગ લઈને ઉભો છે જેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ મળી આવતા પોલીસે તેની પાસે રહેલ બેગ તપાસ કરતા તેમાંથી લેપટોપ,ડેબીટ કાર્ડ,ક્રેડીટ કાર્ડ અને પાનકાર્ડ સહીત પર્સ મળી કુલ ૪૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની વધુ પુછપરછ કરતા તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી સુરત જતી ટ્રેનમાં સવાર થઇ ગયો હતો અને ચાલુ ટ્રેનમાં સુઈ ગયેલા મુસાફરની બેગ ચોરી સુરતથી અંકલેશ્વર ખાતે વેચવા આવ્યો હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ પાનોલીના મહારાજા નગરમાં રહેતો સુરજ બિજેન્દ્ર પ્રસાદને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News